ગાંધીનગર: ગાંધીનગર સેક્ટર 23 કડી સ્કૂલ ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ નિહાળ્યો
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશભરના વિદ્યાર્થીઓને પરીક્ષાનો તણાવ દૂર કરવા માટે 'પરીક્ષા પે ચર્ચા'ના આઠમા સંસ્કરણ દ્વારા માર્ગદર્શન આપ્યું હતું. ગાંધીનગરના કડી સર્વ વિદ્યાલયમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ વિદ્યાર્થીઓ સાથે બેસીને આ કાર્યક્રમનું પ્રસારણ નિહાળ્યું હતું.રાજ્યપાલે વિદ્યાર્થીઓને મહત્વપૂર્ણ સંદેશ આપતા જણાવ્યું કે પરીક્ષા માત્ર યોગ્યતા માપવાની પ્રક્રિયા છે અને તેને ઉત્સવની જેમ લેવી જોઈએ.