ગાંધીનગર: ગાંધીનગર બોરીજ ગામમાં બીજા દિવસે ગટરનું પાણી રોડ ઉપર ફરી વળ્યું
બોરીજમાં નાંખવામાં આવેલી ગટર લાઇનની સમયાંતરે સફાઇ કરીને કચરો બહાર કાઢવામાં નહી આવતા હાલમાં ગટર ભરાઇ ગઇ છે. આથી ગટરનું પાણી બોરીજના ગામના રોડ ઉપર વહી રહ્યું છે. ગામના રોડ ઉપરથી ગટરનું પાણી વહેતા તેની દુર્ગંધથી સ્થાનિક લોકોના આરોગ્ય માટે જોખમી બની રહ્યું છે. બોરીજની ગટર ઉભરાતી હોવાથી તેની સફાઇ માટે ફરિયાદ કરવા છતાં સફાઇ કરવામાં આવી નહી હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે.