ગાંધીનગર: સે-15 આર્ટસ સરકારી કોલેજમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને EVM ચકાસણી કાર્યક્રમ યોજાયો
સ્થાનિક સ્વરાજની ચૂંટણી પણ ઇવીએમથી યોજવામાં આવનાર છે. ત્યારે ઇવીએમને લઇને પરાજીત થયેલા ઉમેદવારો દ્વારા કોઇપણ પ્રકારનો આક્ષેપ કરવામાં આવે નહી. ઉપરાંત ગાંધીનગર તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી પારદર્શક રીતે યોજાય તે માટે જિલ્લા ચૂંટણી પંચ દ્વારા મતદાન માટે ઉપયોગમાં લેવાનાર ઇવીએમને તૈયાર કરવાની કામગીરી તારીખ 10મી, અને તારીખ 11મીએ સરકારી આર્ટ્સ કોલેજ, સેક્ટર-15 ખાતે બે દિવસ કરવામાં આવનાર છે.