ગાંધીનગર: ગુજરાત મ્યુનિસિપલ કોર્પોરેશન્સ ક્રિકેટ ટુર્નામેન્ટ સફળતાપૂર્વક પૂર્ણ થઈ, જામનગર મેયર તેમજ સુરત કમિશનરની ટીમ બની વિજેતા
જામનગર કમિશનર ઇલેવન સામે સુરત કમિશનર ઇલેવન ટીમનો ભવ્ય વિજય થયો હતો. સુરતની ટીમે પ્રથમ બેટિંગ કરતાં 180 રનનો સ્કોર પ્રાપ્ત કર્યો હતો, જેની સામે જામનગરની ટીમ 104 રન જ કરી શકી હતી.મેયર ઇલેવનની ગાંધીનગર અને જામનગરની ટીમ વચ્ચે રમાયેલ ફાઇનલમાં જામનગરની ટીમ દ્વારા ગાંધીનગરને 190 રનનો લક્ષ્યાંક આપવામાં આવ્યો હતો. ગાંધીનગરની ટીમ 136 રન જ બનાવી શકી હતી.