પેટલાદ: પાડગોલ હાઇસ્કુલ સામે રીક્ષા પલટી ખાઈ ગયેલા બનાવમાં સારવાર દરમિયાન એકનું મોત નીપજ્યું
Petlad, Anand | Apr 10, 2026 પેટલાદ તાલુકાના પાડગોલ હાઇસ્કુલ સામે ગત પહેલી એપ્રિલના રોજ રીક્ષા પલટી ખાઈ જતા, એક વ્યક્તિને શરીરના ભાગે ઇજાઓ પહોંચી હતી. અને તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. સમગ્ર બનાવ અંગે રિક્ષાના ચાલક સામે ગુનો નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.