અમદાવાદના શેલા વિસ્તારમાં નવનિર્મિત ‘શ્રી નિત્ય શાંતિ ભવન’નું ભવ્ય લોકાર્પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં ધાર્મિક શ્રદ્ધા અને વિકાસના સમન્વય સાથે સંપન્ન થયું. રાષ્ટ્રસંત આચાર્યદેવ શ્રી પદ્મસાગરસૂરિશ્વરજી મહારાજાની નિશ્રામાં આયોજિત આ કાર્યક્રમમાં આધ્યાત્મિકતા, જીવદયા અને જનસેવાના મૂલ્યોને કેન્દ્રમાં રાખીને માનવ કલ્યાણના નવા માર્ગની વાત કરવામાં આવી. મુખ્યમંત્રીએ આધુનિકતા અને આધ્યાત્મિકતાના સંતુલનને લોકકલ્યાણ તથા ‘વિકસિત ભારત @૨૦૪૭’ના સંકલ્પ સાથે જોડીને સમાજને સેવા અને સંસ્કારના માર્ગે આગળ વધવા આહ્વાન કર્યું.
#Ahmedabad #Shela #NityaShantiBhavan #BhupendraPatel #Spirituality #GujaratNews #HumDekhengeNews
Ahmadabad City, Ahmedabad | Jun 27, 2026