ગારિયાધાર: શ્રી કે.વી. વિદ્યામંદિર ખાતે વિદ્યાર્થીઓ માટે “ફન એન્ડ નોલેજ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું
ગારિયાધાર તાલુકામાં આવેલ શ્રી કે.વી. વિદ્યામંદિર ખાતે વિદ્યાર્થીઓ માટે “ફન એન્ડ નોલેજ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને રમતાં-રમતાં જ્ઞાન આપવાનો અને તેમના સર્વાંગી વિકાસને પ્રોત્સાહન આપવાનો હતો. વિવિધ શૈક્ષણિક ગેમ્સ, ક્વિઝ સ્પર્ધા, જનરલ નોલેજ પ્રશ્નોત્તરી તેમજ મનોરંજક પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. કાર્યક્રમ દરમિયાન શિક્ષકમંડળ દ્વારા બાળકોને ટીમવર્ક, આત્મવિશ્વાસ અને સર્જનાત્મકત