પોરબંદર: વેરાવળ દરિયામાં શિપની ટક્કર: માછીમારની બોટને 20 લાખનું નુકસાન
વેરાવળ દરિયામાં લંગર નાખીને ઉભેલી માછીમારી બોટને અજાણ્યા શિપના ચાલકે ટક્કર મારી. અકસ્માતમાં એક ખલાસી દરિયામાં પડ્યો અને બોટને 20 લાખનું નુકસાન થયું છે. શિપ ચાલક ફરાર થતા હાર્બર મરીન પોલીસે તપાસ શરૂ કરી છે.