Surat Crime: ઓટોરિક્ષામાંથી બેટરી ચોરી કરતા ઈસમને લોકોએ પકડી લીધો
સુરતના કીમ ચાર રસ્તા નજીક ઓટોરિક્ષામાંથી બેટરી ચોરી કરતા એક ઈસમને સ્થાનિક લોકોએ રંગે હાથ ઝડપી પાડ્યો.
સ્થાનિકોના જણાવ્યા મુજબ, આરોપી ઓટોરિક્ષામાંથી બેટરી કાઢી રહ્યો હતો ત્યારે તેને પકડી લેવામાં આવ્યો. ત્યારબાદ લોકોએ તેને પકડી રાખી પોલીસને જાણ કરી. પોલીસ પહોંચ્યા બાદ આરોપીને તેમના હવાલે કરવામાં આવ્યો.
પ્રાથમિક માહિતી મુજબ, આરોપી પાસેથી પાંચ જેટલી શંકાસ્પદ ચોરીની બેટરીઓ પણ મળી આવી હોવાનું જણાવવામાં આવ્યું છે. સમગ્ર મામલે પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે.
#surat #suratnews #kim #batterytheft #breakingnews #gujaratinews #gujaratnews #crime #police #hotlinenews #autorickshaw #thief #latestnews #todaynews #india #news #viralvideo #suratbreaking #crimeupdate #theft
Udhna, Surat | Jul 27, 2026