ધોરાજી: ધનતેરસ પર ધોરાજીમાં સોના-ચાંદીના બજારમાં ઠંડી ઘરાકી
ધનતેરસના દિવસે ધોરાજીના સોના-ચાંદીના બજારમાં ખરીદી ઓછી રહી છે. સોનાની ઘરાકી ઠંડી રહી છે, જ્યારે ગ્રાહકોએ ચાંદીમાં માત્ર શુકન પૂરતી ખરીદી કરી છે. વેપારી સુરેશભાઈ શાંતિલાલ લાઠીગ્રાએ બજારની આ સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી છે.