વડોદરાની સયાજી હોસ્પિટલ સ્વાઇન ફ્લૂની સંભવિત સ્થિતિને પહોંચી વળવા સંપૂર્ણ એલર્ટ મોડ પર આવી છે. રાજ્યના આરોગ્ય વિભાગની સૂચના બાદ હોસ્પિટલમાં 25 બેડનો વિશેષ આઇસોલેશન વોર્ડ તૈયાર કરાયો છે. મહેશ નામના દર્દીનો સ્વાઇન ફ્લૂ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે અને તેની હાલત ગંભીર હોવાનું જણાવાયું છે. દર્દીને નોડલ ઓફિસરની દેખરેખ હેઠળ સારવાર આપવામાં આવી રહી છે, જ્યારે અન્ય એક શંકાસ્પદ દર્દી પણ સારવાર હેઠળ છે. મુસ્કાન નામના દર્દીની તબિયત સુધરતાં તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. હોસ્પિટલમાં મેડિકલ સ્ટાફ, જરૂરી દવાઓ અને લોજિસ્ટિક્સને રેડી મોડમાં રાખવામાં આવ્યા છે.
#Vadodara #SwineFlu #SayajiHospital #H1N1 #HealthAlert #HumDekhengeNews
Ahmadabad City, Ahmedabad | Aug 26, 2026