વડોદરાના અકોટા વિસ્તારમાં ડિગ્રી વગર છેલ્લા 15 વર્ષથી દવાખાનું ચલાવતા બોગસ ડૉક્ટર ની પોલીસે ધરપકડ કરી છે. ઝોન-2ની ટીમે 45 વર્ષીય બિશ્વજીત પ્રફુલ્લા હાલદારને દવાઓના જથ્થા સાથે ઝડપી પાડ્યો હતો. ધોરણ 10 પાસ બિશ્વજીત અકોટા ગાર્ડન સામે ‘પ્રોમિલા ક્લિનિક’ નામે દવાખાનું ચલાવતો હતો. પોલીસ તપાસમાં તેની પાસે કોઈ માન્ય મેડિકલ ડિગ્રી કે સારવાર કરવાની લાયકાત ન હોવાનું સામે આવ્યું છે. ક્લિનિકમાંથી સીરપ, ઇન્જેક્શન, દવાઓ, ટ્યુબ, ORS અને કેપ્સુલ સહિત રૂ. 1.19 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. અકોટા પોલીસે આરોપી સામે ગુનો નોંધી વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
#Vadodara #BogusDoctor #FakeClinic #PoliceAction #HealthCrime #HumDekhengeNews