લાજપોરમાં પણ ખનન કૌભાંડની ચર્ચા તેજ!
નવસારી ખાણ-ખનિજ વિભાગમાં કૌભાંડના આરોપો લગાવતો વીડિયો વાયરલ થયા બાદ હવે લાજપોરમાં પણ અનેક સવાલો ઊભા થયા છે
લાજપોર ગામની હદમાં ભુમાફિયાઓ દ્વારા ગેરકાયદેસર ખનન અને માટી ચોરી કરીને મોટું કૌભાંડ આચરાયું હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે
ગામમાં અનેક સ્થળોએ 5 ફૂટથી લઈને 15 ફૂટ સુધીના ખાડાઓ કેવી રીતે સર્જાયા તે ચર્ચાનો વિષય બન્યો છે
શું જવાબદાર તંત્રની નજર બહાર આ ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલી રહી હતી?
સમગ્ર મામલે નિષ્પક્ષ અને ઊંડાણપૂર્વકની તપાસ થાય તો અનેક ચોંકાવનારી હકીકતો સામે આવી શકે તેવી ચર્ચા છે.
#navsari #mining #illegal #mafia #gujarat