વલસાડમાં પોલીસની મોટી કાર્યવાહી: પંજાબનો શખ્સ બ્રાઉન હેરોઇન સાથે ઝડપાયો, NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ તેજ: વલસાડ જિલ્લા પોલીસે માદક પદાર્થોના ગેરકાયદેસર કારોબાર વિરૂદ્ધ કડક કાર્યવાહી હાથ ધરતાં પંજાબના એક શખ્સને પ્રતિબંધિત બ્રાઉન હેરોઇનના જથ્થા સાથે રંગેહાથ ઝડપી પાડ્યો છે. પોલીસે બાતમીના આધારે કાર્યવાહી કરીને બિક્રમસીંગ પ્યારાસીંગ કુદનસીંગ જાને સીંગ (ઉંમર 48 વર્ષ, રહેવાસી. જવંડા કલન, જીલ્લો તરન તારન, પંજાબ) નામના આરોપીને દબોચી લીધો છે. પોલીસ દ્વારા આરોપીની સઘન તલાશી લેવામાં આવતાં તેના કબજામાંથી 2.84 ગ્રામ બ્રાઉન હેરોઇન, રોકડા રૂપિયા 2 હજાર, એક મોબાઈલ ફોન, ઓળખપત્ર તેમજ અન્ય વ્યક્તિગત ચીજવસ્તુઓ મળી આવી હતી, જેને પોલીસે ઘટનાસ્થળે જ જપ્ત કરી લીધી છે. પોલીસના જણાવ્યા અનુસાર, પકડાયેલા આ તમામ મુદ્દામાલની કુલ કિંમત અંદાજે રૂપિયા 58 હજાર 800 જેટલી થાય છે. પ્રાથમિક પૂછપરછ દરમિયાન આરોપીએ કબૂલાત કરી હતી કે આ બ્રાઉન હેરોઇનનો જથ્થો તેણે પંજાબના �
Vapi, Valsad | Jun 15, 2026