ઘોઘંબા: ઝીઝરી ડેમમાં પગ લપસતાં ડૂબી જવાથી બે સગા-પિતરાઈ ભાઈઓના મૃત્યુ મામલે રાજગઢ પોલીસે એડી નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
પંચમહાલ જિલ્લાના ઘોઘબા તાલુકાના ઝીઝરી ડેમમાં બે સગા પિતરાઈ ભાઈઓના ડૂબી જવાથી કરુણ મોત થયા. મિત્રો સાથે ડેમ પર ગયેલા યોગેશભાઈનો પગ લપસતા તેઓ ઊંડા પાણીમાં પડ્યા, જેને બચાવવા અશોકભાઈ પાણીમાં કૂદ્યા. પરંતુ પાણીની ઊંડાઈ વધુ હોવાને કારણે બંને ગરકાવ થઈ ગયા અને શ્વાસ રૂંધાવાથી મૃત્યુ પામ્યા. ઘટનાની જાણ થતાં રાજગઢ પોલીસને માહિતી અપાઈ અને પોલીસે એડી નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ દુર્ઘટનાએ વિસ્તારમાં શોકનું માહોલ સર્જ્યો છે.