ગુરુ ગોવિંદ લીમડી બાયપાસ હાઈવે પરથી કચરાના ઢગલા દૂર કરાતા રાહદારીઓ અને સ્થાનિકોને રાહત
દાહોદ જિલ્લાના ગુરુ ગોવિંદ લીમડી બાયપાસ હાઈવે પર સાઈ મંદિર નજીક છેલ્લા ઘણા સમયથી કચરાના ઢગલા અને દુર્ગંધના કારણે સ્થાનિકો, રાહદારીઓ તેમજ વાહનચાલકો પરેશાન થઈ રહ્યા હતા. હવે આ સ્થળેથી કચરો દૂર કરવાની કામગીરી હાથ ધરાતા સ્થાનિકોને મોટી રાહત મળી છે.
મળતી માહિતી મુજબ સાઈ મંદિર નજીક હાઈવેની બાજુમાં લાંબા સમયથી કચરો એકત્રિત થતો હતો. કચરાના ઢગલા વધતા જતા આસપાસના વિસ્તારમાં દુર્ગંધ ફેલાતી હતી અને રાહદારીઓ તથા વાહનચાલકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો.
આ સમસ્યાને ધ્યાનમાં લઈને ગુરુ ગોવિંદ લીમડી ગ્રામ પંચાયતના સરપંચ શીલાબેન વિજયભાઈ મોરી દ્વારા સંકલિત પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. પંચાયત દ્વારા સ્થળ પર એકત્રિત થયેલો કચરો હટાવવાની કામગીરી કરવામાં આવી હતી.
હાલમાં હટાવવામાં આવેલો કચરો દાહોદના ડમ્પિંગ યાર્ડ ખાતે રિસાયક્લિંગ માટે મોકલવામાં