સરકારી આઈ.ટી.આઈ. દાહોદ ખાતે ‘વિકસિત ભારત અને પોષણ માસ’ અંતર્ગત વિશેષ સેમિનાર યોજાયો
દાહોદની સરકારી આઈ.ટી.આઈ. ખાતે તાલીમાર્થી બહેનો માટે ‘વિકસિત ભારત અને પોષણ માસ’ અંતર્ગત મહિલાઓના યોગદાન, કિશોરીઓના આરોગ્ય અને પોષણના મહત્વ અંગે વિશેષ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સંસ્થાની અંદાજે 150 જેટલી તાલીમાર્થી બહેનો તેમજ સ્ટાફ સભ્યોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
સેમિનારના પ્રથમ સત્રમાં મુંબઈની હિન્દુજા કોલેજના આસિસ્ટન્ટ પ્રોફેસર ડો. રશ્મિ મૌર્ય મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ‘વિકસિત ભારતમાં મહિલાઓની ભૂમિકા’ વિષય પર માર્ગદર્શન આપતાં જણાવ્યું હતું કે દેશના આર્થિક અને સામાજિક વિકાસમાં મહિલાઓની ભૂમિકા મહત્વપૂર્ણ છે.
તેમણે ખાસ કરીને ટેકનિકલ ક્ષેત્રમાં મહિલાઓ માટે રહેલી તકો અંગે માર્ગદર્શન આપ્યું હતું. મહિલાઓ ટેકનિકલ શિક્ષણ અને કૌશલ્ય સાથે આગળ વધે તો તેઓ પોતાની કારકિર્દી ઘડવાની સાથે દેશના વિકાસમાં પ�