દાહોદના અર્બન-૨ ખાતે ‘સેવા સેતુ’ કાર્યક્રમ યોજાયો
દાહોદ શહેરના અર્બન-૨ વિસ્તારમાં ગોધરા રોડ પર આવેલી દશાનિમા વણિક સમાજની વાડી ખાતે ‘સેવા સેતુ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન નાગરિકોને વિવિધ સરકારી યોજનાઓ તેમજ આરોગ્યલક્ષી સેવાઓનો લાભ એક જ સ્થળેથી મળી રહે તે માટે વિવિધ વિભાગો દ્વારા સેવાઓ પૂરી પાડવામાં આવી હતી.
કાર્યક્રમમાં દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી, જિલ્લા ભાજપ પ્રમુખ સ્નેહલ ધરિયા, નગરપાલિકા પ્રમુખ મીનાક્ષીબેન નીનામા, નગરપાલિકાના ચીફ ઓફિસર સહિત આરોગ્ય વિભાગના મેડિકલ ઓફિસર અને આરોગ્ય કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ વિવિધ સ્ટોલની મુલાકાત લઈ નાગરિકોને આપવામાં આવતી સેવાઓ અંગે માહિતી મેળવી હતી.
‘સેવા સેતુ’ કાર્યક્રમ દરમિયાન આરોગ્ય વિભાગ દ્વારા કુલ 244 નાગરિકોની ઓપીડી તપાસ કરવામાં આવી હતી. ઉપરાંત 137 લાભાર્થીઓનું બ્લડ પ્રેશર અને બ્લડ સુગરનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. આ�