રામોલમાં જય જલારામ કન્સલ્ટન્સીના માલિક મૌલિક દસાડીયા સામે લાખોની ઠગાઈની ફરિયાદ નોંધાઈ છે. આરોપીએ ઈન્સ્ટાગ્રામ પર સસ્તા મકાનોની રીલ મૂકી, લોન કરાવી આપવાનો ભરોસો આપી એક વિધવા મહિલા પાસેથી રૂ. ૯.૫૦ લાખ પડાવ્યા હતા. આરોપીએ અન્ય લોકો સહિત કુલ રૂ. ૧૮.૮૮ લાખની છેતરપિંડી આચરતાં રામોલ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.