વિજાપુર: કુકરવાડા-કડા હાઈવે પર કારે બાઈકને ટક્કર મારી, યુવક ગંભીર રીતે ઘાયલ
વિજાપુરના કુકરવાડા-કડા હાઈવે પર કારે બાઈકને ટક્કર મારતા યુવકનો પગ ભાંગ્યો છે. ઈજાગ્રસ્તને સારવાર માટે અમદાવાદ રીફર કરવામાં આવ્યો છે. વસાઈ પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.