ઘોઘા: ઘોઘા તાલુકામાં લાંબા વિરામ બાદ વરસાદની ધમાકેદાર એન્ટ્રી
ઘોઘા તાલુકામાં લાંબા વિરામ બાદ વરસાદની ધમાકેદાર એન્ટ્રી ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકામાં લાંબા સમય બાદ મોડી રાત્રી થી સવાર સુધી વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી છે. વહેલી સવારથી જ સમગ્ર ઘોઘા તાલુકામાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. માત્ર બે કલાકના સમયગાળામાં ઘોઘા તાલુકાના વિવિધ વિસ્તારોમાં અઢી ઈંચથી વધુ વરસાદ નોંધાતા રસ્તાઓ અને નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયાં હતાં. લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા લોકો અને ખાસ કરીને ખેડૂતોમાં વરસાદ વરસતા ખુ