SP રિંગ રોડ પર આવેલા વિનવિક્સ કેફેમાં ગેરકાયદે ચાલતા હુક્કાબાર પર સાબરમતી પોલીસે દરોડો પાડી કાર્યવાહી કરી છે.
બાતમીના આધારે પોલીસે કેફેમાં તપાસ કરતા ગ્રાહકો માટે તૈયાર રાખેલા બે ચાલુ હુક્કા મળી આવ્યા હતા. કાર્યવાહી દરમિયાન કુલ 21 હુક્કા, અંદાજે ₹37 હજારનું નિકોટીન સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. આ મામલે કેફેના સંચાલક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
( Sabarmati Police, SP Ring Road, Hookah Bar, Vinvix Cafe, Ahmedabad )
#Ahmedabad #SPRingRoad #SabarmatiPolice #HookahBar #GujaratNews