તાલાલા–સુત્રાપાડાના ધારાસભ્ય શ્રી ભગાભાઈ ધાનાભાઈ બારડ દ્વારા આયોજિત ‘ગીરથી ગાંધીનગર’ નિઃશુલ્ક જ્ઞાનયાત્રા ગાંધીનગર પહોંચી છે.
‘પ્રતિભા સન્માન 2026’ અંતર્ગત સન્માનિત આશરે 400 થી વધુ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ આ વિશેષ જ્ઞાનયાત્રામાં જોડાયા છે. ગાંધીનગર પહોંચેલા વિદ્યાર્થીઓના ચહેરા પર ઉત્સાહ અને નવી બાબતો જાણવાની આતુરતા જોવા મળી હતી.
યાત્રા દરમિયાન વિદ્યાર્થીઓ ગુજરાત વિધાનસભા સહિત વિવિધ શૈક્ષણિક, ઐતિહાસિક અને દર્શનીય સ્થળોની મુલાકાત લઈને રાજ્યની વિકાસયાત્રા, લોકશાહી વ્યવસ્થા અને ગુજરાતના ગૌરવશાળી વારસાને નજીકથી જાણશે.
વર્ગખંડમાં મેળવેલા જ્ઞાનને પ્રત્યક્ષ અનુભવ સાથે જોડતી આ યાત્રા વિદ્યાર્થીઓ માટે માત્ર પ્રવાસ નહીં, પરંતુ નવી દિશા, નવી પ્રેરણા અને મોટા સપનાઓ તરફનું મહત્વપૂર્ણ પગલું બની રહેશે.