અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આગામી શનિવારે કાંકરિયા લેક પરિસરમાં ભવ્ય ગરબાનું આયોજન કરવામાં આવશે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કમલેશભાઈ પટેલે જણાવ્યું કે નવીનીકરણ બાદ પ્રથમ વખત યોજાનારા આ ગરબામાં 1,000 દિવ્યાંગો પણ નગરજનો સાથે ગરબે રમશે. તહેવારો દરમિયાન ખાદ્ય ચીજવસ્તુઓની ગુણવત્તા ચકાસવા અને સેમ્પલ ટેસ્ટિંગનો સમય ઘટાડવા જરૂરી સાધનો લાવવા સૂચના અપાઈ છે. જ્યારે અમદાવાદ ટાઉનહોલના નવીનીકરણની કામગીરી બે વર્ષમાં પૂર્ણ કરવાનું આયોજન છે.
#kankaria #ahmedabad #garba2026 #amc #humdekhengenews
Ahmadabad City, Ahmedabad | Oct 23, 2026