અબડાસા: નલિયા ખાતે ઘઉં ખરીદ કેન્દ્રની ધારાસભ્ય પ્રદ્યુમ્નસિંહ જાડેજાએ લીધી મુલાકાત
Abdasa, Kutch | May 10, 2026 અબડાસા તાલુકાના નલિયા ખાતે અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા ટેકાના ભાવે (MSP) ઘઉં ખરીદી માટે શરૂ કરાયેલા ઘઉં ખરીદ કેન્દ્રની ધારાસભ્ય પ્રદ્યુમ્નસિંહ જાડેજાએ મુલાકાત લીધી હતી.તેમણે અધિકારીઓ પાસેથી ખરીદી પ્રક્રિયા અંગે માહિતી મેળવી તેમજ ખેડૂતો સાથે સંવાદ કરી તેમની સમસ્યાઓ અને સૂચનો જાણ્યા હતા. આ સાથે સરકાર દ્વારા ખેડૂતોને યોગ્ય ભાવ અને સુવિધા મળે તે માટે કરવામાં આવેલી વ્યવસ્થાઓ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.