દાહોદ જિલ્લાના સંજેલી-સુલીયાત અને રંધીકપુર માર્ગ દ્વિ-માર્ગીય રસ્તો બનતા વાહનચાલકોને મોટી રાહત મળી
દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં સંજેલીથી સુલીયાત તેમજ રંધીકપુર-પીપલોદ તરફ જતો મુખ્ય માર્ગ પીછોડા લીમડા સુધી દ્વિ-માર્ગીય રસ્તો બનાવવામાં આવતા વાહનચાલકો અને સ્થાનિકોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે.
અગાઉ સંજેલીથી પીછોડા સુધીનો માર્ગ સિંગલ લેન હોવાથી સામસામે આવતા વાહનોને પસાર થવામાં ભારે મુશ્કેલી પડતી હતી. માર્ગની બાજુઓ પર પૂરતા માટી પુરણના અભાવે અકસ્માતનો ભય પણ સતત રહેતો હતો. અનેક વખત નાના-મોટા અકસ્માતોના બનાવો પણ બન્યા હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે.
હાલમાં માર્ગના નવીનીકરણની કામગીરી પૂર્ણ થતાં સંજેલીથી પીછોડા સુધીનો રસ્તો દ્વિ-માર્ગીય રસ્તો અને પાકા ડામરનો બનાવવામાં આવ્યો છે. જેના કારણે વાહન વ્યવહાર વધુ સરળ અને સુરક્ષિત બન્યો છે.
આ માર્ગ મહીસાગર અને પંચમહાલ જિલ્લાના લુણાવાડા, ગોધરા સહિતના વિસ્તારોને જોડતો મહત�
Dohad, Dahod | Jun 10, 2026