માંડવી: શ્રી કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ દ્વારા 6 સિલાઈ મશીન અપાયા તાલુકા સદસ્ય કિર્તીભાઈ ગોરે માહિતી આપી
Mandvi, Kutch | Jun 22, 2026 મસ્કા, કચ્છ: દિવ્યાંગો, નિરાધાર મહિલાઓ તેમજ ફોજી જવાનોના કલ્યાણ માટે છેલ્લા 28 વર્ષથી સેવાકીય પ્રવૃત્તિઓ કરતી શ્રી કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ-ગોધરાએ વધુ એક સમાજોપયોગી કાર્ય હાથ ધર્યું છે. જરૂરતમંદ અને વિધવા બહેનો આત્મનિર્ભર બની સ્વમાનભેર જીવન જીવી શકે તે હેતુથી દાતાશ્રીઓના સહયોગથી 6 સિલાઈ મશીનોનું વિતરણ કરવામાં આવ્યું હતું.