પોરબંદર: પોરબંદરમાં કચરાના ડખામાં વૃદ્ધ પર બેટ વડે હુમલો, 3 સામે ફરિયાદ
પોરબંદરના છાયા વિસ્તારમાં કચરો નાખવા બાબતે મનદુઃખમાં વૃદ્ધને બેટ મારી અને સાહેદને છરીના ઘા મારી ઇજા પહોંચાડાઈ છે. પોલીસે ટમુબેન આગઠ, વિરમભાઈ આગઠ અને તેમના પુત્ર વિરુદ્ધ હથિયારબંધીના ભંગ સહિતની ફરિયાદ નોંધી છે.