ચોટીલા ડેપ્યુટી કલેક્ટરે એકસાથે ૨૬ અસામાજીક તત્વોને હદપાર કરતા ફફડાટ
નાયબ કલેક્ટર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ ચોટીલા એચ.ટી. મકવાણા નાઓએ ખનિજ માફિયાઓ સહિત કુલ ૨૬ (છવીસ) અસામાજિક તત્વોને સુરેન્દ્રનગર, રાજકોટ, મોરબી અને બોટાદ જિલ્લાની હદમાંથી તડીપાર કર્યા*
ચોટીલા સબ ડિવિઝન હેઠળના ચોટીલા, મુળી તથા થાનગઢ તાલુકા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ખનિજ માફિયાઓ દ્વારા કોલસા, સફેદ માટી સહિતના ખનિજનું બિનકાયદેસર તથા બિનવૈજ્ઞાનિક ઢબે ખનન કરવામાં આવતું હતું. કોલસાના આશરે ૧૬૦ ફૂટ ઊંડા "Rabbit Hole" પ્રકારના કુવાઓ ગાળી, ત્યારબાદ કોલસાના સ્તર સુધી પહોંચીને Super Power-90 તથા Gelatin જેવા વિસ્ફોટકોનો ઉપયોગ કરી આડી સુરંગો બનાવી તેમાં મીની ટ્રેક્ટર દ્વારા ખનિજનું ગેરકાયદેસર ખનન કરવામાં આવતું હતું.
આ સમગ્ર ગેરકાયદેસર પ્રવૃત્તિ દરમિયાન કોઈપણ પ્રકારના સુરક્ષા ધોરણો કે સરકારી માર્ગદર્શિકાનું પાલન કરવામાં આવતું નહોતું. જેના કારણે મજૂરોના જીવને ગંભીર જોખમ ઊભું થતું �