ગાંધીનગરમાં 'અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ'નું ભવ્ય ગુજરાત પ્રદેશ અધિવેશન યોજાશે
લોકશાહીના ચોથા સ્તંભ સમાન પત્રકારોની સુરક્ષા, સન્માન અને અધિકારો માટે કાર્યરત દેશના સૌથી મોટા રજીસ્ટર્ડ સંગઠન 'અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ' (ABPSS) દ્વારા આગામી ૨૮ જુલાઈ ૨૦૨૬ના રોજ ગાંધીનગર ખાતે ભવ્ય 'ગુજરાત પ્રદેશ અધિવેશન'નું આયોજન કરવામાં આવ્યું છે. સર્કિટ હાઉસ, રાજભવન પાસે યોજાનાર આ અધિવેશનમાં પત્રકાર સુરક્ષા કાયદાની માંગણી, પત્રકારત્વના પડકારો અને સંગઠનના વિસ્તરણ અંગે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવશે. આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય અને પ્રદેશ કક્ષાના હોદ્દેદારો વિશેષ ઉપસ્થિત રહી પત્રકાર મિત્રોને માર્ગદર્શન પૂરું પાડશે. પત્રકાર એકતાને વધુ મજબૂત કરવાના ઉદ્દેશ્ય સાથે યોજાનાર આ અધિવેશનમાં જોડાવા માટે તમામ પત્રકાર મિત્રોને ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
આયોજનની વિગત:
તારીખ: ૨૮ જુલાઈ ૨૦૨૬, મંગળવાર
સમય: બપોરે ૨:૩૦ કલાકે
�
Dasada, Surendranagar | Jul 9, 2026