ઘોઘંબા: ઘોઘબા તાલુકાના પરોલી ગામે ઘર આંગણે પાર્ક કરેલી બાઇકની ચોરી: અજાણ્યા તસ્કર સામે ગુનો દાખલ
ઘોઘંબા તાલુકાના પરોલી ગામે ઘર આંગણે પાર્ક કરેલી બાઈક ચોરાઈ હોવાનો બનાવ સામે આવ્યો છે. જી.ઈ.બી.ના નિવૃત્ત કર્મચારી નરેન્દ્રસિંહ સોલંકીએ ગત ૭ જૂનની રાત્રે પોતાની 'હીરો સ્પ્લેન્ડર' બાઈક ઘર આગળ પાર્ક કરી હતી, જે રાત્રિ દરમિયાન કોઈ અજાણ્યો તસ્કર ચોરી કરી ફરાર થઈ ગયો હતો.વૃદ્ધે આસપાસના વિસ્તારોમાં ઘણી શોધખોળ કરવા છતાં મોટરસાયકલ ન મળતા આખરે રાજગઢ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે અંદાજે ₹૭૦,૦૦૦ ની કિંમતની બાઈકની ચોરી અંગે અજાણ્યા ચોર વિરુદ્ધ ગુન