માંડવી: માંડવી તાલુકા પંચાયત બાગ બેઠક: ભાજપના કિર્તીભાઈ રાજગોરે ભરી ઉમેદવારી, કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ
Mandvi, Kutch | Apr 11, 2026 માંડવી તાલુકા પંચાયતની બાગ બેઠક માટે આગામી ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો દિવસેને દિવસે તેજ બની રહ્યો છે. આ સંદર્ભે ભારતીય જનતા પાર્ટી દ્વારા જાહેર કરાયેલા ઉમેદવાર અને મસ્કા ગામના પૂર્વ સરપંચ શ્રી કિર્તીભાઈ ભાઈલાલ રાજગોરે આજે વિજય વિશ્વાસ સાથે પોતાની ઉમેદવારી નોંધાવી હતી. કિર્તીભાઈ રાજગોરે મસ્કા ગ્રામ પંચાયતમાં સરપંચ તરીકે સેવા આપતી વખતે કરેલા વિકાસકાર્યો અને જનહિતના પ્રયાસોને ધ્યાનમાં રાખીને ભાજપે તેમને આ મહત્વપૂર્ણ બેઠક માટે ઉમેદવાર તરીકે