પ્રેમિકા માટે 120 ફૂટના ટાવર પર ચઢ્યો પ્રેમી! પરિવારના વિરોધ બાદ યુવકનું હાઈ-વોલ્ટેજ ડ્રામા
ઉત્તર પ્રદેશના રામપુર જિલ્લામાં એક અનોખી ઘટના સામે આવી છે. પ્રેમ સંબંધને લઈને પરિવારના વિરોધ બાદ એક યુવકે પોતાની પ્રેમિકાને પાછી મેળવવા માટે 120 ફૂટ ઊંચા ટાવર પર ચઢી જતાં ભારે હંગામો મચી ગયો હતો.
માહિતી અનુસાર, દિલ્હીમાં કામ કરતો યુવક પોતાની પ્રેમિકાને સાથે લઈને રામપુર આવ્યો હતો. જોકે, યુવતીના પરિવારજનોએ આ સંબંધનો વિરોધ કર્યો હતો. ત્યારબાદ યુવતીને સુરક્ષાના હેતુથી વન-સ્ટોપ સેન્ટરમાં મોકલવામાં આવી હતી.
આ ઘટનાથી નિરાશ થયેલા યુવકે યુવતીને પરત લાવવાની માંગ સાથે 120 ફૂટ ઊંચા ટાવર પર ચઢી જવાનો નિર્ણય લીધો. યુવકને ટાવર પર જોઈને સ્થાનિક લોકોની ભીડ એકત્ર થઈ ગઈ હતી અને ઘટનાની જાણ પોલીસ તથા પ્રશાસનને કરવામાં આવી હતી.
પોલીસ અને બચાવ ટીમે સ્થળ પર પહોંચી યુવકને સમજાવવાનો પ્રયાસ શરૂ કર્યો હતો. લાંબી સમજાવટ બાદ યુવકને સુરક્ષિત રીતે નીચે ઉતારવાની કાર્યવાહ�