ઘોઘંબા: ઘોઘંબા તાલુકાના બાકરોલ ગામ નજીકના જંગલ વિસ્તારમાં આગ, ફાયર ટીમે સમયસર કાબૂમાં લીધી
ઘોઘંબા તાલુકાના બાકરોલ ગામ નજીક ગૌશાળા પાસેનાં જંગલ વિસ્તારમાં આગ લાગ્યાની જાણ 112 દ્વારા હાલોલ ફાયર કંટ્રોલ રૂમને થઈ હતી. સૂકા પાંદડા, ઘાસ અને લાકડાંને કારણે આગ ઝડપથી ફેલાય તેવી શક્યતા હતી અને નજીક રહેઠાણો હોવાને કારણે જોખમ વધ્યું હતું. માહિતી મળતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળે પહોંચી અને કામગીરી શરૂ કરી. ટીમના ઝડપી અને સતત પ્રયત્નોથી આગને સમયસર કાબૂમાં લેવામાં આવી. આ ઘટનામાં કોઈ જાનહાનિ કે મોટું નુકસાન થયું નથી.