ગુજરાત પોલીસમાં લોકરક્ષક અને PSI કેડરની ભરતીમાં મોટો વધારો, કુલ 12,993 જગ્યાઓ પર સીધી ભરતી!
• ગુજરાત પોલીસ ભરતી બોર્ડ (GPRB) દ્વારા 20 નવેમ્બર 2026ના રોજ લોકરક્ષક કેડરની અગાઉ 3,000 જગ્યાઓની જાહેરાત કરવામાં આવી હતી.
• ગૃહ વિભાગે વધારાની જગ્યાઓ મંજૂર કરતાં આજે (23 નવેમ્બર 2026) સુધારેલી વિગતો જાહેર કરવામાં આવી છે, હવે લોકરક્ષક કેડરમાં 12,752 અને PSI કેડરમાં 241 મળીને કુલ 12,993 જગ્યાઓ પર સીધી ભરતી થશે.
• લોકરક્ષક કેડરની સંવર્ગવાર જગ્યાઓ (કુલ 12,752)
- બિનહથિયારી પોલીસ કોન્સ્ટેબલ (UPC): 8,233
- હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (APC): 1,132
- હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (SRPF): 3,107
- જેલ સિપાહી (પુરુષ): 251
- જેલ સિપાહી (મહિલા/મેટ્રન): 29
• PSI કેડર:- (241 જગ્યાઓ)
- બિનહથિયારી PSI: 225
- જેલર ગ્રુપ–2 (મહિલા): 16
• લાયકાત:
- લોકરક્ષક: ધોરણ 12 પાસ અથવા સરકાર માન્ય સમકક્ષ પરીક્ષા.
- PSI: માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતક (ગ્રેજ્યુએટ) ડિગ્રી.
• અરજી પ્રક્રિયા અને તારીખો:
- અરજી શરૂ: 26 નવેમ્બર 2026 (બપોરે 2 વાગ્યાથી)
- અરજી છેલ્લી તારીખ: 16 ડિસેમ્બર 2026 (રાત્રે 11:59 સુધી)
- ફી ભરવાની છેલ્લી તારીખ: 19 ડિસેમ્બર 2026 (રાત્રે 11:59)
- જનરલ કેટેગરી: રૂ. 100 + બેંક ચાર્જ, અનામત વર્ગો અને માજી સૈનિકો માટે ફી મુક્ત.
- અરજી કરવાની વેબસાઈટ: ojas.gujarat.gov.in
• ભરતી સંબંધિત આગળની સૂચનાઓ, સત્તાવાર નોટિફિકેશન અને અપડેટ્સ માટે નિયમિત રીતે આ વેબસાઈટ્સ તપાસો:- gprb.gujarat.gov.in, ojas.gujarat.gov.in
વધુ સમાચારો અને માહિતી માટે @aapnu_vapi સાથે જોડાયેલા રહો!
Vapi, Valsad | Nov 24, 2026