વલસાડ જિલ્લાના વાપીમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરીને સોપારી ભરેલા 10 ટ્રકો ઝડપી પાડવામાં આવ્યા છે. ગત 16 નવેમ્બરના રોજ વાપીના ડુંગરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં 10 ટ્રકો મારફતે મોટા પ્રમાણમાં સોપારીની હેરફેર થઈ રહી હોવાની બાતમી SOG ને મળી હતી. સોપારી ચોરીની હોવાની આશંકાએ SOG ની ટીમે તમામ ટ્રકોને રોકીને તપાસ કરતા તેમાંથી અંદાજે ₹13.13 કરોડની કિંમતની સોપારીનો જથ્થો મળી આવ્યો હતો.
તપાસ દરમિયાન SOG ની ટીમે ટ્રક ચાલકો પાસેથી બિલ્ટી અને ઇનવોઇસ બિલ સહિતના જરૂરી દસ્તાવેજો મેળવી ચકાસણી હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં આ સોપારી ચોરીની ન હોવાનું સામે આવ્યું હતું, પરંતુ દસ્તાવેજોમાં GST ને લગતી ગેરરીતિ અને કરચોરીની આશંકા જણાઈ હતી. જેથી પોલીસે સ્ટેશન ડાયરીમાં નોંધ કરીને ₹13.13 કરોડની સોપારી ભરેલા તમામ 10 ટ્રકો વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી માટે GST વિભાગને સુપ્રત કર્યા છે.
વધુ સમાચારો અને માહિતી માટે @aapnu_vapi સાથે જોડાયેલા રહો!
Vapi, Valsad | Nov 24, 2026