પોરબંદર: મગફળી કાઢવાના થ્રેસર નીચે દબાઈ જતાં ખેડૂતનું મોત
પોરબંદરના પાલખડા ગામે મગફળી કાઢવા માટે થ્રેસર નીચે મૂકતી વખતે થ્રેસર નમી જતાં ખેડૂત ખીમાભાઈ કેશવાલાના બંને પગ પર પડ્યું હતું. ગંભીર ઈજાઓ થતા સારવાર દરમિયાન તેમનું મોત થયું છે. બગવદર પોલીસે અકસ્માત મોતનોંધ કરી તપાસ હાથ ધરી છે.