તારાપુર: તારાપુર તાલુકાના ઇન્દ્રણજ ગામેથી જુગાર રમતા નવ શખ્સો ઝડપાયા
Tarapur, Anand | Sep 8, 2026 તારાપુર તાલુકાના ઇન્દ્રણજ ગામેથી તારાપુર પોલીસે જુગાર રમી રહેલા નવ શખ્સોને રંગેહાથ ઝડપી પાડ્યા હતા. તારાપુર પોલીસે બાતમીના આધારે દરોડો પાડીને શખ્સો પાસેથી પત્તા-પાના તેમજ રોકડ રકમ સહિત કુલ રૂ. ૧૫,૭૭૦નો મુદ્દામાલ જપ્ત કરી ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.