માંડવી: મોટાભાડીયા ગામના વિકાસ મુદ્દે સ્થાનિકોમાં રોષ, પુલ અને પાણી ટાંકા મુદ્દે ઉઠ્યા સવાલો
Mandvi, Kutch | Apr 2, 2026 કચ્છ જિલ્લાના માંડવી તાલુકાના મોટાભાડીયા ગામના રહેવાસીઓમાં વિકાસના મુદ્દે અસંતોષ જોવા મળી રહ્યો છે. ગામના નાગરિકો દ્વારા જણાવાયું છે કે છેલ્લા ઘણા વર્ષોથી મૂળભૂત સુવિધાઓ માટે રજૂઆતો કરવા છતાં પણ સમસ્યાઓનો ઉકેલ આવ્યો નથી. ગામલોકોના જણાવ્યા મુજબ, મોટાભાડીયા ગામની નદી પર પુલ બાંધવા માટે વર્ષ 2018થી સતત અરજીઓ કરવામાં આવી રહી છે, પરંતુ 2026 સુધી પણ પુલનું નિર્માણ કરવામાં આવ્યું નથી. આ કારણે વરસાદી મોસમ દરમિયાન ગામલોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છ