ભરૂચના મછાસરા ગામમાં ખુલ્લી ગટરમાં ખાબકતાં 2 વર્ષીય માસૂમ વિહાનનું કરુણ મોત થયું છે. કલાકોની શોધખોળ બાદ ગટરમાંથી તેનો મૃતદેહ મળી આવ્યો હતો. 108 મારફતે આમોદ CHC લઈ જવાયા બાદ પણ માસૂમને બચાવી શકાયો નહીં. ખુલ્લી ગટર અને સ્ટ્રીટ લાઈટના અભાવને લઈને તંત્ર સામે સવાલો ઉઠ્યા છે. ઘટનાથી ગામમાં શોક સાથે રોષનો માહોલ છે.