માંડવી: ગુંદિયાળી ગામે જાડેજા સંજયસિંહ ગમુભા સૈન્ય સેવામાંથી નિવૃત્ત થતા શોભાયાત્રા સાથે સન્માન કાર્યક્રમ યોજાયો
Mandvi, Kutch | Jul 7, 2026 ગુંદિયાળી ગામના જાડેજા સંજયસિંહ ગમુભા સૈન્ય સેવામાંથી નિવૃત્ત થતા ગામમાં શોભાયાત્રા સાથે ભવ્ય સન્માન કાર્યક્રમ યોજાયો હતો. દેશસેવામાં લાંબા સમય સુધી ફરજ બજાવી નિવૃત્ત થયેલા સંજયસિંહનું ગામજનો, પરિવારજનો અને આગેવાનો દ્વારા ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.