મુન્દ્રા: મુંદ્રાના આઝાદ ચોકની લાખોના ખર્ચે બનેલી શાક માર્કેટ બની અસામાજિક તત્વોનો અડ્ડો: પોલીસ મથકથી એક કિલોમીટર દૂર ખુલ્લેઆમ દાર
Mundra, Kutch | Nov 12, 2026 કચ્છના ઔદ્યોગિક નગર મુંદ્રામાં પ્રજાના હિત માટે લાખો-કરોડોના ખર્ચે ઊભા કરાયેલા લોકસુવિધાના પ્રોજેક્ટ્સની કેવી દુર્દશા થાય છે, તેનો જીવતો-જાગતો પુરાવો મુંદ્રા-બારોઈ નગરપાલિકા હસ્તકની આઝાદ ચોક વિસ્તારમાં આવેલી શાક માર્કેટ પૂરી પાડી રહી છે. અદાણી ફાઉન્ડેશનના સહયોગથી નાના શાકભાજી વિક્રેતાઓ અને આમ જનતાની સુવિધા માટે આ વિશાળ બકાલા માર્કેટનું નિર્માણ કરવામાં આવ્યું હતું.