Public App Logo
સુરત બ્રેકિંગ | બનાવટી ચલણી નોટો સાથે એક ઇસમ ઝડપાયો લાલગેટ પોલીસે બનાવટી/ડુપ્લીકેટ ભારતીય ચલણી નોટો સાથે એક ઇસમને ઝડપી પાડ્યો. પોલીસ પેટ્રોલિંગ દરમિયાન ચોક ચાર રસ્તા પાસેથી કલ્પેશ મુળજીભાઈ રાઠોડ નામના શખ્સને શંકાના આધારે અટકાવી તેની બેગની તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન ₹500ના દરની કુલ 35 શંકાસ્પદ નોટો મળી આવી હતી. સાયન્ટિફિક પરીક્ષણમાં આ નોટો બનાવટી/ડુપ્લીકેટ હોવાનું સામે આવ્યું. પોલીસે આરોપી પાસેથી કુલ ₹17,500ની બનાવટી નોટો, 3 મોબાઇલ ફોન, 2 લેપટોપ સહિત કુલ ₹2.38 લાખનો મુદ્દામાલ કબજે કર્યો. આ કેસમાં આરોપીની પૂર્વ પત્ની હિનાબેન મોહનભાઈ વાઢેળને પણ વોન્ટેડ જાહેર કરવામાં આવી છે. પોલીસે ભારતીય અર્થતંત્રને નુકસાન પહોંચાડવાના કાવતરાની દિશામાં વધુ તપાસ હાથ ધરી છે. - Udhna News