શહેરા: શહેરા પોલીસ મથકમાં છેલ્લા દોઢેક વર્ષથી ફરજ બજાવતા PI એ.બી.ચૌધરીની બદલી થતાં તેઓનો વિદાય સમારોહ યોજાયો હતો
શહેરા પોલીસ મથકમાં છેલ્લા દોઢેક વર્ષ ઉપરાંતથી પોલીસ ઈન્સ્પેકટર તરીકે ફરજ બજાવતા એ.બી.ચૌધરીની જુનાગઢ ખાતે બદલી થતાં શહેરા પોલીસ મથક ખાતે પીઆઈ એ.બી.ચૌધરીનો વિદાય સમારોહ રાખવામાં આવ્યો હતો,જેમાં શહેરા પોલીસ મથકના પોલીસ સબ ઈન્સ્પેક્ટર અશ્વિન તડવી તેમજ અન્ય પોલીસ કર્મચારીઓએ ઉપસ્થિત રહી પી.આઈ. એ.બી.ચૌધરીની કામગીરીને બિરદાવી તેમની સાથે કરેલા કાર્યોને યાદ કર્યા હતા.