ધોલેરા: સાવકા પિતાને 7 વર્ષની કેદ:સગીર દીકરી પર જાતીય હુમલો કર્યો, સીટી સેશન્સ કોર્ટે આપ્યો ચુકાદો
સાવકા પિતાને 7 વર્ષની કેદ:સગીર દીકરી પર જાતીય હુમલો કર્યો, પાડોશીએ સગીરાને હિંમત આપી હેરાનગતિનો બનાવેલો વીડિયો મહત્વનો પુરાવો સાબિત થયો અમદાવાદ સીટી સેશન્સ કોર્ટ ખાતે આવેલી પોક્સોની વિશેષ અદાલતે એક 40 વર્ષીય સાવકા પિતાને સગીર દીકરી ઉપર જાતીય હુમલો કરવા બદલ 7 વર્ષની કેદ અને 10 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે. જજ એ.બી.ભટ્ટે 12 સાહેદ અને 31 પુરાવા તપાસીને, સરકારી વકીલ કે.જી.જૈનની દલીલો ધ્યાને રાખીને ઉપરોક્ત ચુકાદો આપ્યો છે.