ઘોઘંબા: દામાવાવ પોલીસે આઈસર ટ્રકમાંથી કંતાનના કોથળની આડમાં લઈ જવાતો ₹૩૦.૬૩ લાખનો દારૂ-બીયર ઝડપ્યો
દામાવાવ પોલીસે બાતમીના આધારે મધ્યપ્રદેશથી આવતી એક આઈસર ટ્રકમાંથી ૫૦૦ જૂના કંતાનના કોથળાની આડમાં છુપાવેલો ₹૩૦.૬૩ લાખની કિંમતનો વિદેશી દારૂ અને બીયરનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે સ્થળ પરથી દારૂ, ટ્રક અને મોબાઈલ મળીને કુલ ₹૪૦.૭૩ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે હેરાફેરી કરનાર મધ્યપ્રદેશના બે ઈસમોની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે દારૂ ભરાવી આપનાર, માલિક અને જથ્થો મંગાવનાર સહિત અન્ય ચાર અજાણ્યા શખ્સો સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપા