ઘોઘંબા: ઘોઘંબા તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ સહિતના હોદેદારોના નામની જાહેરાત કરવામાં આવી હતી
પંચમહાલ જિલ્લાની તમામ તાલુકા પંચાયતોમાં ભાજપે બહુમતી મેળવ્યા બાદ વિવિધ હોદ્દેદારોના નામોની સત્તાવાર જાહેરાત કરી છે. ઘોઘંબા તાલુકા પંચાયતમાં પ્રમુખ તરીકે પારુલબેન વસંતભાઈ રાઠવા, ઉપપ્રમુખ તરીકે કાંતિભાઈ મણિયાભાઈ પટેલીયા અને કારોબારી ચેરમેન તરીકે કોકિલાબેન વિક્રમભાઈ નાયકની પસંદગી કરવામાં આવી છે. ઉપરાંત પક્ષના નેતા તરીકે અમીલાબેન સાવકુણભાઈ બારીયા અને દંડક તરીકે મનુભાઈ રામજીભાઈ રાઠવાના નામ જાહેર કરાયા છે. ઉમેદવારોએ તાલુકા પંચાયત કચેરી ખાતે જઈ ઉમેદવારી