એક્સપ્રેસ હાઈવે પર દારૂનું પાયલોટિંગ ઝડપાયું
વડોદરા ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાંચની ટીમે બાતમીના આધારે મુંબઈ-દિલ્હી એક્સપ્રેસ હાઈવે પર સાપા ટોલનાકા નજીક વોચ ગોઠવીને બંને વાહનોને રોકવામાં આવ્યા હતા. ટ્રક ડ્રાઇવર વિકાસકુમાર નંદલાલ ખરવાર તથા અર્ટિગા કારમાં બેઠેલા હસનભાઈ અલીભાઈ પટેલ, નરેન્દ્રભાઈ રયજીભાઈ સોઢા, કદનેશભાઈ ભુલાભાઇ સોલંકી અને સવિતાબેન નરકાંગભાઈ માવીની પૂછપરછ કરતાં તેઓએ દમણના કચી ગામથી દારૂ ભરીને આણંદ ખાતે વેચાણ માટે લઈ જતા હોવાની કબૂલાત કરી હતી. પોલીસે ટ્રકમાંથી વિદેશી દારૂની પેટીઓ (કુલ બોટલ નંગ ૪,૬૩૨, કિંમત રૂ. ૧૭,૧૯,૬૦૦/-), ટ્રક, અર્ટિગા કાર અને મોબાઈલ ફોન સહિત કુલ રૂ. ૨૯,૬૦,૬૦૦/- નો મુદ્દામાલ જપ્ત કરી કરજણ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનનો ગણનાપાત્ર કેસ નોંધ્યો છે.
#Factfindernews #arrestedVadodara #lcb #NH48karjan #prohibition