Public App Logo
ગૂગલ મેપથી રેકી કરનાર બાવરીયા ગેંગ પકડાઈ વડોદરામાં રથયાત્રા દરમિયાન મહિલાઓની ભીડનો લાભ લઈને સોનાની ચેઇન અને મંગળસૂત્ર આંચકી લેતી કુખ્યાત 'બાવરીયા ગેંગ'નો ક્રાઈમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે. પોલીસે રાજસ્થાનના અલ્વરથી બે મુખ્ય આરોપીઓ - જીતેન્દ્રસિંઘ બહાદુરસિંઘ બાવરીયા અને આરતીબેન બાવરીયાને ઝડપી પાડ્યા છે. આ ગેંગ સોશિયલ મીડિયા અને ગુગલ મેપની મદદથી દેશભરના ધાર્મિક ઉત્સવોની માહિતી મેળવીને સ્કોર્પિયો ગાડીમાં આવી ગુનાઓને અંજામ આપતી હતી. પોલીસે આરોપીઓ પાસેથી રૂ. ૪.૬૦ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી રાવપુરા પોલીસ સ્ટેશનના ચાર ગંભીર ગુનાઓ સફળતાપૂર્વક ડીટેક્ટ કર્યા છે અને અન્ય સાગરિતોની શોધખોળ શરૂ કરી છે. #factfindernews #DCB #Theft #arrested #vadodara - Vadodara News