નસવાડી: નસવાડી APMC ચૂંટણી: ભાજપ પ્રેરિત સહકાર પેનલની તમામ 10 બેઠકો પર જીત
છોટાઉદેપુરના નસવાડી APMC ની ખેડૂત વિભાગની 10 બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં ભાજપ પ્રેરિત સહકાર પેનલનો વિજય થયો છે. તમામ 10 ઉમેદવારો જીત્યા છે, જ્યારે કોંગ્રેસ પ્રેરિત પેનલનો પરાજય થયો છે. કુલ 516 ખેડૂત મતદારોએ મતદાન કર્યું હતું.